Tribute to Ex-President of the Trust Shri. Jagdishbhai Kachwala

સ્વ.શ્રી જગદીશભાઈ ચંદુલાલ શાહ (કાચવાલા) ની પુણ્યતિથિ નિમિત્તે સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર, વ્યારા સંલગ્ન કાલીદાસ હોસ્પિટલ દ્રારા તાડકુવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે કાલીદાસ હોસ્પિટલ વ્યારા ખાતે નિ:શુલ્ક આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન બુધવાર 20મી સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું હતું.જેમાં વ્યારા તાલુકાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી, શ્રી કેયુરભાઈ શાહ, શ્રી રાકેશભાઈ શાહ, શ્રી કૌશાંકભાઈ શાહ, શ્રીમતિ રમાબેન શાહ ડૉ. અજયભાઈ દેસાઈ અને કોલેજના આચાર્ય ડૉ. જ્યોતિ રાવ દ્રારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શાળાના વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ ડો. ભાવિન મોદી, ડો. સ્વપ્નિલ ખેંગાર અને ડો. વૈશાલી ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ ડૉ.વૈશાલી ચૌધરી, શિબિર સમિતિના વડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
View : 226